ભરત પ્રાચિન ભારતવર્ષના એક મહાન ચક્રવર્તી સમ્રાટ હતા. જે મહાન રાજા દુષ્યંત અને મહારાણી શકુંતલા ના પુત્ર હતા. ભરત રાજાના બળ કે તાકાત વિષે એવું માનવામાં આવે છે કે તેઓ બાળપણમાં રમત રમતમાં સિંહના દાંત ગણતા હતા. તેમના નામ ઉપરથી ભારત દેશનું નામ પડ્યું છે. મહાભારત માં જણાવ્યા મુજબ ભરત રાજાનું સામ્રાજ્ય સંપૂર્ણ ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલુ હતું. જેમાં આજના ભારત દેશ ઉપરાંત પાકિસ્તાન , અફગાનિસ્તાન , ઉજ્બેકિસ્તાન , તાજિકિસ્તાન , કિર્ગિસ્તાન , તુર્કમેસ્તાન તેમજ પર્સિયા સામેલ હતાં. આ છે આપણો પ્રાચિન ઇતિહાસ અને વારસો. જેના વિષે આપણા ભાવિ સંતાનોને આ બાબતે જણાવવુ જોઇએ
૪.રોયલ રાજપૂત
૩.રાજપૂત
૨. જાગીરદાર
૧. ઠાકોર
આ વેબસાઈટ અમારો મુખ્ય આશય ગુજરાતમાં વિશાળ સમુદાયમાં વસતા વિવિધ જાતિઓ અને પેટા જાતિઓમાં વિભાજીત થયેલા સમગ્ર ક્ષત્રિય સમાજને એક છત્ર નીચે લાવવાનો છે. કારણ કે જે સમાજ વિભાજીત થયેલ હોય છે તેનો સામાજીક, શૈક્ષણિક અને આર્થિક રીતે વિકાસ થતો નથી. જેના કારણે આવો સમાજ હમેશાં અન્ય વિકાસશીલ સમાજો કરતાં પાછળ રહી જાય છે. જે સમાજની એકતા હોય છે તે સમાજ હમેશાં ક્યારેય કોઇપણ સમયે વણથંભી વિકાસની કેડીઓ સર કરતો હોય છે. માએ સમગ્ર ક્ષત્રિય સમાજ કે કોઇ રાજપૂત, ઠાકોર, બારૈયા, જાગીરદાર અને દરબાર જેવી જુદી-જુદી જાતિઓ અને પેટા જાતિઓમાં વિભાજીત થયેલો છે. તો આવા સમગ્ર ક્ષત્રિય સમાજને એક થવા અને એક જુઠ થઇ સમગ્ર સમાજ અને સમગ્ર રાષ્ટના વિકાસ માટે મારી સૌ ક્ષત્રિય બંધુને નમ્ર વિનંતી છે. આવો આપણે સૌ સાથે મળીને સમાજના વિકાસમાં સહકાર આપીએ. પછી ભલેને આપણા રીત-રીવાજો કે વ્યવહારો અલગ અલગ હોય. ઈતિહાસ જે સમાજને આજેય માન અને મોભાની દષ્ટીએ જોવે છે. જે સમાજનો આટલો મોટો ઈતિહાસ લખાયેલો હોય તે સમાજ આજે અન્ય સમાજોના વિકાસની તુલનાએ ખુબજ પાછળ રહી ગયેલ છે. માટે આ સમાજના સર્વાંગી વિકાસ માટે તેમજ સમાજના હીત માટે તમામ ક્ષત્રિયોએ એક થવુ જરુરી છે.
જય માતાજી .જય ભવાની
આપનો ક્ષત્રિય બંધુ
ભવાનસિંહ ઠાકુર