આ સંગઠનનો હેતું
સમગ્ર ક્ષત્રિય સમાજની આદર્શ પરંપરાઓ તથા ઈતિહાસ અને ગૌરવશાળી સંસ્કૃતિની
પુન:સ્થાપના માટે કાર્યરત સંગઠન.
- સમગ્ર ક્ષત્રિય સમાજના ઇતિહાસ બદલવા
- ગુજરાતમાં રહેતા ક્ષત્રિય સમાજની તમામ જાતિઓ પેટા જાતિઓને સંગઠિત કરી એક છત્ર છાયા નીચે લાવવા.
- ની ઇતિહાસકારોની મેલી મુરાદ સામે પ્રચંડ આવાજ ઉઠાવવો અને જાહેરમાં વિરોધ કરવો.
- ક્ષત્રિય સમાજના વણ લખાયેલા ઈતિહાસને ફરીથી લખવા સંશોધનો હાથ ધરવા.
- ઇતિહાસ ક્ષત્રિઓનો છે. એ ન ભુલવું જોઇએ કે , ક્ષત્રિય શબ્દ વિના ઇતિહાસ ન લખા શકાય. ઇતિહાસમાંથી ક્ષત્રિય શબ્દ
- કાઢી નાખવામાં આવેતો ઇતિહાસના બાકી બે પૂંઠા વધે.
- ક્ષત્રિયોના વિશાળ સમુદાયને અલગ અલગ જાતિઓમાં વહેચીને ભાગલા કરો રાજ કરોની નીતિ સામે અવાજ ઉઠાવવો.
- સમગ્ર ક્ષત્રિય સમાજને પોતાની આદર્શ પરંપરાઓ અને ગૌરવશાળી ઇતિહાસ તેમજ સસ્કૃતિની પુન:સ્થાપના માટે ની જાગૃતિ લાવવા.
- ક્ષત્રિય સમાજને થતા અન્યાય માટે લડત આપવી.
- સામાજીક ,શૈક્ષણિક અને આર્થિક રીતે સમાજ આગળ આવે તે માટે જરૂરી પગલાં લેવાં.
- આર્થિક સદ્ધરતા માટે ખાસ ભંડોળ એકઠું કરવા ઝુંબેશ ચલાવવી.
- સમાજના આર્થિક રીતે નબળા વર્ગને આર્થિક સદ્ધરતા માટે સહાયરૂપ બનવું.
- ક્ષત્રિય સમાજની દિકરીઓ માટે કન્યા કેળવણી ઉપર ભાર મુકવો.
- ક્ષત્રિય સમાજની મહિલાઓનું અલગ સંગઠન બનાવવું.
- ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓનું વિદ્યાર્થી સંગઠન બનાવી શૈક્ષણિક લાભો માટે પ્રચાર પ્રસાર કરવો.
- ક્ષત્રિય સમાજના બાળકો માટે જરુરી સાહિત્ય પુરું પાડવામાં મદદરૂપ બનવું.
- ભાવિ પેઢી પુર્વજોના આદર્શો. ઈતિહાસ ,સંસ્કૃતિ તેમજ આદર્શોનું જતન કરી શકે તે માટે ઐતિહાસિક સાહિત્ય ના વાંચન અને અભ્યાસ ઉપર ધ્યાનસ્થ કરવા ભાર મુકવો.
- ક્ષત્રિય દિવસની ઉજવણી કરવા માટે પ્રચાર પ્રસાર કરવો.
- સમાજમાં ઘર કરી ગયેલા ખરાબ દુષણો ને તિલાંજલી આપવા જરુરી પગલાં લેવાં.
- સમાજને આંધળા અનુકરણથી દુર રહેવા અનુરોધ કરવો.
- ફેશન અને વ્યસનોથી દુર રહેવા સમાજના વ્યકતિએ ખાસ પ્રતિજ્ઞા લેવી.
- બીન જરુરી ખર્ચાઓ ઉપર કાપ મુકવો.
- ક્ષત્રિય સમાજના યુવાનોનું ખાસ સુરક્ષા એકમ બનાવી “ ક્ષત્રિય ફોર્સ ” ની રચના કરવી.
-
- મહિલાઓની પણ એક સુરક્ષા ફોર્સ બનાવવી.
- ભાવિ પેઢી માટે એક અલગ ક્ષત્રિય સમાજનું શૈક્ષણિક સંકુલ બનાવવા પ્રયાસ હાથ ધરવો.
- આરોગ્યની સંભાળ માટે સમાજ માટે જરુરી સ્ત્રોત ઉભાકરવા.
- ખેતી અને પશુપાલન વ્યવસાય ઉપર ખાસ ભાર મુકવા સમાજમાં જાગૃતિ લાવવી.
- મજુરી નહી પણ મહેનત કરી માનભેર ઈજ્જત સાથે જીવન જીવવા પ્રયત્નો કરવા.
- ક્ષત્રિય સમાજમાં સામાજિક સમરસતા લાવી સમાજ હમેશાં સંપીને રહે તે માટે પ્રયત્નો કરવા.
- દેશદાઝ અને દેશ સેવાની ભાવના સાથે હળી મળીને રહેવા પર ભાર મુકવો.
- ક્ષત્રિય સમાજની એકતા માટે વ્યકતિગત કે જાતિ ગત વિવાદોમાં પડવું નહી.
- ક્ષત્રિય સમાજના દરેક વ્યકતિને પોતાના સમાજ અને જાતિ માટે ગર્વ હોવો જોઇએ.
સમાજની આર્થિક, સામાજીક અને શૈક્ષણિક પ્રવૃતિને વેગ આપવા આ સંગઠનમાં જોડાવા નમ્ર વિનંતી છે.
જય માતાજી .જય ભવાની
શ્રી ભવાનસિન્હ કે.ઠાકુર
મુ.પો.બાંધણી તા.પેટલાદ
જીલ્લો:આણંદ -૩૮૮૪૧૦.
ક્ષત્રિય ગૃપ ઓફ ગુજરાત